ઝૂલતા પૂલ દુર્ઘટના : પુલ તૂટ્યા બાદ શ્રમિકે તુરંત દોડી જઈને 8 લોકોને બચાવ્યા

- text


પુલ તૂટ્યાની ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પુલ પર 1100 જેટલા લોકો અને સોથી વધુ બાળકો હોવાનું અનુમાન દર્શાવ્યું

મોરબી : મોરબીના ઝૂલતાપૂલની દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શીએ સુભાષભાઈએ જણાવ્યું હતું કે તે પુલની બાજુમાં સ્વામિનારાયણ મંદિરના બાંધકામનું કામ કરતા હતા. ત્યારે પુલ તૂટ્યાનું તેઓ જોતા તરતજ દોડી ગયા હતા અને 8 લોકોના જીવ બચાવ્યા હતા.

ઝૂલતાપૂલ તૂટવાના પ્રત્યક્ષદર્શી અને બાજુના સ્વામિનારાયણ મંદિરના બાંધકામમાં કામ કરતા પરપ્રતિયા શ્રમિક સુભાષભાઈએ જણાવ્યું હતું કે આજે પુલ 1100 જેટલા લોકો હતા અને લોકોના વધુ ઘસારા બાદ એકાએક પુલ તૂટી જતા મેં નજરોનજર જોયા બાદ તુરત જ ત્યાં અન્યો સાથે દોડી ગયો હતો અને આઠ જેટલા લોકોને તેઓએ બચાવ્યા હતા. આ ઘટનાથી થોડીવાર હતપ્રભ થયા બાદ તેઓ તુરત જ બચાવ કાર્યમાં જોડાયા હતા. જો કે મોટા લોકો તો પુલની દોરીએથી નદી બહાર નીકળી ગયા હતા પણ નાના બાળકો નદીમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબેલા લોકોમાં બાળકો વધુ છે હાલ રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ રાહત અને બચાવ કાર્યમાં શક્ય હોય એટલી મદદ કરવમાં આવી રહી છે.

- text

- text