ઝૂલતાપૂલ દુર્ઘટના : રીનોવેશન બાદ પાલિકાને જાણ કર્યા વગર જ પુલ શરૂ કરાયો : ચીફ ઓફિસર

- text


તંત્રને જાણ કર્યા વગર મજબૂતાઈની ચકાસણીના સર્ટી આપ્યા વગર પુલ ચાલુ કરી દેવતા હાલ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.

- text

ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનામાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાએ પુલનું રીનોવેશન અને સંચાલન કરતી ઓરેવા કંપની સામે ગંભીર ભૂલની બેદરકારીના આક્ષેપ કર્યા છે. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

sandsinh

- text