ઝૂલતા પુલ દુર્ઘટના : સરકાર દ્વારા તપાસ માટે સીટની રચના 

- text


5 સભ્યોની સમિતિ દુર્ઘટના અંગે કરી રિપોર્ટ તૈયાર કરશે

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પાંચ સભ્યોની સમિતિ આ મામલે તપાસ હાથ ધરવાની હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.

- text

મોરબીમાં સાંજે ઝૂલતો પુલ તૂટતા જે દુર્ઘટના સર્જાઈ છે. તેમાં હાલ સુધી અંદાજે 50 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાની નોંધ દેશભરમાં લેવાઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા આ ઘટનાની તટસ્થ તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીતિમાં 5 સભ્યોની ટિમ ઘટના અંગે તપાસ કરી બાદમાં સરકારને રિપોર્ટ સોંપશે. આ સમીતિમાં રાજકુમાર બેનીવાલ- મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ- ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, ડૉ. ગોપાલ ટાંક- એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, સંદીપ વસાવા -સચિવ માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી -આઈ.જી સી.આઈ.ડી ક્રાઈમને નિયુક્ત કરવામાં આવ્યા છે.

- text