ઝીરકોનીયમ હવે સસ્તું : ઓપેક સિરામિક્સની પ્રોડક્ટ ટાઇલ્સની ગુણવત્તા વધારશે, કોસ્ટ ઘટાડશે

 

  • હરીફાઈ વચ્ચે કિંમત અત્યંત મહત્વનું પાસું, કોસ્ટ ઘટાડવા દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્રયત્ન કરે છે, ત્યારે ઓપેક સિરામિક તેમના માટે આશાનું કિરણ સમાન

  • અનેક શોધ-સંશોધનો બાદ ઝીરકોનીયમની તમામ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ કોસ્ટનું ભારણ ન વધે તે પ્રમાણે વ્યાજબી ભાવે ઉપલબ્ધ બનાવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. હજુ જો આ બન્ને ઉદ્યોગનો સમન્વય ચાલતો રહેશે તો સિરામિક ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવામાં ઓપેક સિરામિક પણ શક્ય તેટલા પ્રયાસો કરશે.

ઓપેક સિરામિક્સના સ્વપ્ન સેવનાર મહેશ વોરાએ અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી વર્ષ 1994માં હિંમતનગરમાં ઝીરકોનીયમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. તેઓના આ સ્વપ્નને તેમના પુત્રો અતીત વોરા અને નિશાંત વોરાએ પાંખો આપી આ કંપનીને એક નવી ઊંચાઈએ પહોંચાડી.

ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક્સ બજાર છે અને ગુણવત્તાયુક્ત સિરામિક્સની તેની સતત વધતી જતી જરૂરિયાતને પૂરી કરવામાં ઓપેક સિરામિક્સ ખરૂ ઉતર્યું છે. અહીં શ્રેષ્ઠ સંશોધન અને પ્રયોગશાળા સુવિધાઓ, આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે.

ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમના વેચાણથી તમામ સિરામિક ઉદ્યોગોનો વિશ્વાસ જીતીને ઓપેક સિરામિક્સ એક નાના છોડમાંથી વટવૃક્ષ બન્યું છે. હાલ ઓપેક સિરામિક્સનું વાર્ષિક ટર્ન ઓવર 200 કરોડે પહોંચ્યું છે. જે આગામી 5થી 7 વર્ષમાં 700 કરોડને આંબવાનું છે. જો કે માત્ર વાર્ષિક ટર્ન ઓવર વધારવામાં જ નહીં, પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નંબર વનના સ્થાને પહોંચે તેમાં કઈ રીતે યોગદાન આપવું તે બાબતે પણ ઓપેક સિરામિક્સ કટિબદ્ધ છે.

ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ

  • ઝીરકોનીયમ પત્તા(52%),
  • ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ
  • ઝીરકોનીયમ શ્વેત પી
  • ઝીરકોનીયમ પ્રીમિયમ 5/પી
  • ઝીરકોનીયમ પ્રીમિયમ 5/સી
  • ઝીરકોનીયમ સુપરફાઇન 1/એસ
  • ઝીરકોનીયમ સુપરફાઇન 1/સી
  • ઝીરકોનીયમ સુપરફાઇન 1/પી
  • ઝીરકોન પીઓ
  • ઝીરકોન પીઓ-એક્સ
  • ઝીરકોનીયમ સેન્ડ

હેડ ઓફિસ :
નવરત્ન કોર્પોરેટ પાર્ક
ઓફિસ નં. 207 & 208, એ બ્લોક,
ડીશમેન કોર્પોરેટ હાઉસ સામે,
ઇસ્કોન અંબાલી બોપલ રોડ,
અંબાલી, અમદાવાદ

પ્લાન્ટ :
પ્લોટ નં. 51/5
જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા,
હિંમતનગર
જી.સાબરકાંઠા

સંપર્ક :
02717 464054
9313805632
http://www.Opaqueceramics.Com
http://Www.opaqueceramics.in