લગ્નગીત સ્પર્ધામાં ટંકારાની શિક્ષિકાઓ જિલ્લા કક્ષાએ પ્રથમ

- text


ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના ક્લા મહાકુંભનું આયોજન થયું હતું. જેમાં ટંકારા તાલુકાના શિક્ષિકાઓએ લગ્નગીત ગાવાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગૌરવ વધાર્યું છે.

કલા મહાકુંભની લગ્નગીત સ્પર્ધામાં ટંકારા તાલુકાની શાળાઓમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અનુક્રમે મેઘપર ઝાલા પ્રા.શાળાના અગ્રાવત જાનકીબેન બિહારીદાસ, ગાયત્રીનગર તા.શાળાના વાંસજાળીયા અસ્મિતાબેન ખીમજીભાઈ, ટંકારા કન્યા પ્રા.શાળાના બાલધા પૂનમબેન ગોરધનભાઈ, હરબટીયાળી પ્રા.શાળાના સાંચલા ગીતાબેન મનસુખલાલ તેમજ ઓમ વિદ્યાલયના ચાડનીયા પ્રફુલ્લાબેન સંજયભાઇએ 21 થી 59ની વયજૂથની કેટેગરીમાં લગ્નગીતમાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ટંકારા તાલુકાનું, મોરબી જિલ્લાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. સંગીતમાં ટંકારાના ઉગતા સિતારા મિલન ભરતભાઈ સોલંકી અને આશર ધ્રુવ ગોવિંદભાઈએ સાથ આપ્યો હતો.આ તકે ત્યાં ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રથમ નંબર મેળવવા બદલ આખી ટીમને શુભેચ્છા પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text