નાની વાવડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચના મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા નાની વાવડી પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓના લાભાર્થે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓનો સારો સહયોગ મળતા 75 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ રક્ત બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવ્યું હતું.

નાની વાવડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ નરેશભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા, જામનગર જિલ્લા અગ્રણી દેવાણંદભાઈ જીલરીયા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ કાવર, માળિયા તાલુકા યુવા પ્રમુખ ઈશ્વરભાઈ દસાડિયા, માળિયા તાલુકા ઓબીસી પ્રમુખ ભરતભાઈ ખાંભરા, વાવડી ગામના સરપંચ અશ્વિનભાઈ પટેલ, માળિયા તાલુકા આઇટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text