મોરબીના સિરામિક ઉદ્યોગ માટે પોલેન્ડ અને સ્પેનમાં યોજાશે આંતરરાષ્ટ્રીય રોડ-શો

 

  • થાઈલેન્ડ અને વિએતનામના રોડ- શોની સફળતા બાદ હવે ઓક્ટોબરમાં નવું આયોજન, ખરીદદારો સાથે વન ટુ વન બેઠક પણ થશે : મર્યાદિત ઉદ્યોગકારો જ ભાગ લઈ શકશે
  • મોરબીના સિરામિકને યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે ગાઢ રીતે જોડવા મુંબઈમાં 26થી 28 જાન્યુઆરી ૨૦૨૩માં સિરામિક એન્ડ બાથ ઇન્ડસ્ટ્રી શોનું આયોજન, 200થી વધુ ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ આપશે હાજરી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગયા મહિને થાઈલેન્ડ અને વિયેતનામમાં CBIS સિનર્જાઈઝ રોડ-શોની સફળતા પછી, CBIS સિનર્જાઈઝ 2022 ઑક્ટોબર મહિનામાં પોલેન્ડ અને સ્પેનમાં વધુ એક રોડ-શોની જાહેરાત કરે છે. જેમાં પોલિશ અને સ્પેનિશ ખરીદદારો સાથે વન-ટુ-વન મીટિંગનો સમાવેશ થાય છે. IPCCI (ઇન્ડો પોલિશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) સાથેનું જોડાણ જેમાં મર્યાદિત સ્લોટ ઉપલબ્ધતાને કારણે માત્ર મોરબીના મર્યાદિત ઉત્પાદકો જ ભાગ લઈ શકે છે.

CBIS સિનર્જાઈઝ 2022 રોડ-શોનું આયોજન CBIS એક્સ્પો હેઠળ કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ પોલેન્ડ (વોર્સો) અને સ્પેન (કેસ્ટેલોન) માં 9 થી 15 ઓક્ટોબર 2022 દરમિયાન એક ભવ્ય કાર્યક્રમ યોજાશે.

સિરામિક એન્ડ બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) એક્સ્પો – સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર અને નેચરલ સ્ટોન પરનો ભારતનો એકમાત્ર અને દક્ષિણ એશિયાનો પ્રીમિયમ એક્સ્પો 26 થી 28 જાન્યુઆરી 2023 દરમિયાન મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

CBIS 2023 એક્સ્પોનું આયોજન એમરાલ્ડ વર્લ્ડવાઈડ કનેક્શન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 26 થી 28 જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વના ઘણા દેશોમાંથી લગભગ 200થી વધુ ખરીદદારો એક્સ્પોમાં હાજર રહેવાની અપેક્ષા છે. આ એક્સ્પોનો હેતુ મોરબી સિરામિક્સ ક્લસ્ટરને વિશ્વમાં નંબર વન બનાવવા માટે મજબૂત કરવાનો છે. આ ઉદ્યોગ વર્ષોથી કૂદકેને ભૂસકે વિકસ્યો છે અને તેને વિશ્વભરના વધુ અને વધુ બજારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય બજારોના ખરીદદારો અને મોરબીના સિરામિક ઉદ્યોગ વચ્ચે સેતુ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

પોલેન્ડ અને સ્પેન રોડ શોમાં ભાગ લેવાના ફાયદા

પોલેન્ડ (9 થી 11 ઓક્ટોબર)

  • 20થી વધુ બાયર્સ સાથે વન ટુ વન મીટિંગ
  • મીટિંગ સ્થળ પર ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક
  • કંપની તથા બ્રાન્ડ વિશે 5 મિનિટની સ્પીચ આપવાની તક
  • પોલિશ ટાઇલ્સ માર્કેટની મુલાકાત

સ્પેન (ઓક્ટોબર 12 થી 15)

  • 4 બાયર્સ સાથે બીટુબી મીટિંગ
  • ઉત્પાદન સુવિધા જોવા માટે એક ફેક્ટરીની મુલાકાત
  • ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંપર્ક
વધુ વિગતો માટે અથવા રોડ શોમાં ભાગ લેવા માટે સંપર્ક કરો:
જય શેઠ મો.નં. 9167702955
સોનિયા મોદી મો.નં.916770223