મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની સાથે શહીદવિરોની પ્રતિમા મુકાશે

- text


સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા 15 લાખના ખર્ચે પ્રતિમા મુકાશે 

મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ મહોત્સવના મુખ્ય આયોજક દ્વારા સરદાર પટેલની નવી પ્રતિમા  મૂકવામાં આવશે સાથે જ  ક્રાંતિવીરો શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદની પ્રતિમા પણ મુકાશે.
મોરબીના સેવાભાવી અજય લોરિયા દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલની જૂની પ્રતિમાને  સ્થાને નવી પ્રતિમા મૂકવામાં આવશે અને સર્કલને પણ રિનોવેશન કરવામાં આવશે આ ઉપરાંત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે સાથે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર શહીદ વીર જવાનો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ સરદાર પટેલની પ્રતિમા પહેલા મૂકવામાં આવશે
આ પ્રતિમા ઘડવાનું કાર્ય હાલ થાનના એક કારીગર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે થોડા સમયમાં પૂર્ણ થશે અને નવરાત્રીના પ્રારંભે પ્રથમ દિવસે આ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે આ ઉપરાંત ત્યાં બન્ને તરફ રાષ્ટ્ર ધ્વજ પણ લગાડવામાં આવશે તેમ સેવા જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને નવરાત્રી મહોત્સવ ના આયોજક અજય લોરીયા દ્વારા જણાવ્યું હતું અને સાથે  આર્ટિકેટ યોગેશ બપોદરિયાએ એ સુંદર કારીગીરી દ્વારા સર્કલની ડિજાઇન વિના મૂલ્યે બનાવી આપી હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું.

- text