મોરબીમાં બે સ્થળે ઈંગ્લીશ દારૂના દરોડામાં ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ જુગાર અને દારૂની બદી ઉપર તૂટી પડી છે અને જુગાર અને દારૂના આરોપીઓને ઝડપી લેવા મેદાને પડી હોય તેમ ગઈકાલે મોરબીમાં વધુ બે સ્થળે ઈંગ્લીશ દારૂના દરોડામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી નજીક નેશનલ હાઇવે, સર્વીસ રોડ ઉપર મહારાણા પ્રતાપ સોસાયટીની બાજુમા જાહેર રોડ ઉપર ઇંગ્લીશ દારૂની બેલેન્ટાઇન ફીનેસ્ટ સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૪ કિં.રૂ.૮૦૦૦, મેકડોવેલ નં.૧ ઓરીજનલ વ્હીસ્કી ફોર સેલ ઇન દીલ્હી ઓન્લી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૫ કિં.રૂ.૧૮૭૫, બ્લેક જોની વોલ્કર સ્કોચ વ્હીસ્કી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૧ કિં.રૂ.૨૮૦૦, રેડ લેબલ જોની વોલ્કર સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦ એબ્સોલ્યુટ વોડકા લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૪ કિં.રૂ.૫૬૦૦, બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૭૫૦ મીલીની કાચની શીલ પેક બોટલ નંગ-૦૭ કિં.રૂ.૫૯૫૦ એમ કુલ બોટલો નંગ-૨૨ કુલ કિં.રૂ. ૨૬,૨૫૦ નાં મુદામાલ વેચાણ કરવાનાં ઇરાદે આરોપી અર્જુનસિંહ દીલુભા ઝાલા (ઉ.વ.૨૮ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે- મહારાણાપ્રતાપ સોસા., નેશનાલ હાઇવે, સર્કીટ હાઉસની બાજુમા, મોરબી-૨)ને ઝડપી લીધો હતો.

- text

જ્યારે મોરબી તાલુકા પોલીસે મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામના પાટીયા નજીક ઇગ્લીશ દારૂની મેકડોલ નંબર-૧ કલેકશન વિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૩૩ તથા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વિસ્કીની ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૭ તથા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂના મેકડોલ નંબર-૧ કલેકશન વિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ ઓનલી લખેલ ૧૮૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ચપલા બોટલ નંગ-૩૮ ની કુલ કિમત રૂપિયા ૨૬,૩૭૫ તથા મો.સા નંબર- GJ-36-AB-8938 વાળુ કિમત રૂપિયા ૨૫,૦૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા ૫૧,૩૭૫ નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે આરોપી રાહુલ જેરામભાઇ મકવાણા (ઉ.વ-૨૨ ધંધો-મજુરી રહે-હાલ હેમ સીરામીકના કારખાનામા લાલપર તા-જી-મોરબી), ઓમપ્રકાશ વિશ્વનાથસીંગ ચૌહાણ (ઉ.વ-૨૮ ધંધો-મજુરી રહે-હાલ ઉમા વિલેજ મહેન્દ્રનગર પાછળ તા-જી-મોરબી મુળ રહે-સુલતાનપુર પોસ્ટ-મહોદીનગર તા-પટોળી જી-સમસ્તીપુર-બિહાર)ને ઝડપી લીધા હતા.

- text