રીક્ષામાં ઉબકાના બહાને ખેડૂતના એક લાખ રૂપિયા સરેવી લીધા

- text


મોરબીના જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેની ઘટનામાં રીક્ષા ચાલક સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબી : મોરબીમાં મુસાફરીના બહાને પેસેન્જરોને લૂંટતી રીક્ષા ગેંગ ફરી સક્રિય થઈ હોવાના એંધાણ મળ્યા છે. જેમાં મોરબીના જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસે રિક્ષામાં મુસાફરી દરમિયાન ઉબકાના બહાને ખેડૂતના એક લાખ રૂપિયા સરેવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે રીક્ષા ચાલક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.

- text

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના ખેડૂત પ્રવિણભાઇ આંબાભાઇ જસાપરા (ઉવ. ૪૪) ગત તા.૧૧ના રોજ બપોરના ત્રણેક વાગ્યા વખતે જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર એક સી.એન.જી. રીક્ષા લીલા કરલની પીળા હુડ વાળીમાં બેસીને જઈ રહ્યા હતા. તેમની પાસે રોકડ રકમ હોવાથી આ પેસા સેરવી લેવા માટે સી.એન.જી. રીક્ષાનો ચાલક તેમજ તેની સાથે રહેલા બે અજાણ્યા માણસોએ અનોખો કીમિયો અજમાવ્યો હતો.આ ખેડૂતના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યા એક માણસ ઉવ. ૩૦થી ૩૫ વર્ષ શરીરે જાડો વાળાએ ઉલટીનુ બહાનું કાઢી ખેડૂતના પગ પર પોતાનુ મોઢુ રીક્ષામાંથી બહાર કાઢી તેમના ખીસામાં રાખેલ એક લાખ રૂપીયા નજર ચુકવી સેરવી લીધા હતા. જો કે આ ખેડૂત રિક્ષામાંથી ઉતર્યા ત્યારે ખિસ્સામાં પૈસા ન જોતા ત્રણ શખ્સો કળા કરી ગયાનું માલુમ પડ્યું હતું.આથી તેમણે આ બનાવ અંગે રીક્ષા ચાલક તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

- text