માળીયા અને હળવદમાં જુગાર રમતા 13 ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતા જુગારની મૌસમ ખીલી ઉઠતા પોલીસે પણ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવા તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ગઈકાલે માળીયા અને હળવદમાં જુગાર રમતા 13 શખ્સોને ઝડપી લીધા હતા.

હળવદ પોલીસે ગઈકાલે જુના ટીકર ગામે રામજી મંદીર વાળી શેરીમાં આરોપી જગદીશભાઇ બનેસંગભાઇ ગોહિલ, મનિષભાઇ ઉર્ફે મુનો ખીમજીભાઇ એરવાડીયા, ઘનશ્યામભાઇ દેવજીભાઇ મરીયા, દેસરભાઇ ગાંડુભાઇ પરમાર, આશારામભાઇ ગોરધનભાઇ હડીયલ, મોડજીભાઇ ગાંડુભાઇ પરમારને ગંજી પતાના પના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા કુલ રોકડા રૂ.૧૫,૪૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૬,૦૦૦ એમ કુલ કિં.રૂ.૨૧,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

માળીયા પોલીસે કાજરડા ગામ આંગળવાડીની બાજુમા આરોપી તાજુભાઇ અબાસભાઇ બાબરીયા, ગુલામ હુશૈન આદમભાઇ કાજેડીયા, સીકંદભાઇ ઓસમાણભાઇ સંધવાણી, ગુલામ હુશૈન જુસબભાઇ ખલીફાને જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા રોકડા રૂપીયા-૨૪૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત માળીયા પોલીસે કાજરડા ગામ ૪૭ પીર જવાના રસ્તે બાવળીની ઝાળી નીચે આરોપીઓ નીઝામભાઇ જાકુબભાઇ જેડા, મયુદિનભાઇ ઇસ્માઇલભાઇ જામ, સાવદીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયાને જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો જુગાર રમતા રોકડા રૂપીયા-૧૫૩૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text