વાંકાનેરના ઓળ ગામેં ઓરડીમાંથી ૨૪૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


મોરબી એલસીબીના દરોડા દરમિયાન આરોપી ફરાર 

મોરબી : મોરબી એલસીબીએ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં આવેલ ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ- ૨૪૦ કિ. રૂ.૯૦,૦૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો.જો કે પોલીસના દરોડા દરમિયાન આરોપી હાથમાં આવ્યો ન હતો.

- text

મોરબી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફ જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન PC ભગીરથસિંહ ઝાલા, તેજશભાઇ વિડજા, દશરથસિંહ પરમારને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તકીરે ઓળખાતી સીમમાં ખરાબામાં આવેલ ઓળ ગામના ચેતન અવચરભાઇ કોળીના કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં રેઇડ કરતા મેક્ડોવેલ્સ નં-૦૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૨૪૦ કિ. રૂ.૯૦,૦૦૦ નો મુદામાલ મળી આવતા આ દારૂ કબ્જે કર્યો હતો. જ્યારે હાજર ન મળી આવેલ આરોપી ચેતન અવચરભાઇ વિંજુવાડીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text