માળીયા જામનગર હાઇવે ઉપર ટ્રક ટ્રેલર ચાલકે છકડોને ઠોકર મારતા એકનું મોત

- text


છકડો રિક્ષામાં બેઠેલા અન્ય છ મુસાફરોને ઇજાઓ પહોંચી

મોરબી : માળીયા – જામનગર હાઇવે ઉપર ટ્રક ટ્રેલર ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા છકડોમાં બેઠેલા છ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – જામનગર હાઇવે ઉપર છકડો રિક્ષા નંબર GJ-10-TT-6859 લઈને જઈ રહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ચેલા બેડી ગામના શબ્બીરભાઇ બાવદીનભાઇ ખેભરની રીક્ષાને ટ્રક ટ્રેલર નંબર GJ-12-BW-0143ના ચાલકે પાછળથી ઠોકર મારતા રિક્ષામાં બેઠેલા અકબરભાઇ, હારૂનશા, રહીમશા, શાદીકશા અને શહેનાઝબાનુને સામાન્ય મુંઢ ઇજા પહોંચી હતી જ્યારે ઉમરશા પિનલશા શેખને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ ઘટના અંગે રીક્ષા ચાલકે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text