વાડીએ સંઘરેલા વોડકા દારૂ સાથે એકને દબોચી લેતી હળવદ પોલીસ

- text


હળવદ તાલુકાના ડુંગરપુર ગામે પોલીસની કાર્યવાહી : 26000 નો મુદ્દામાલ ઝડપી લીધો

હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી 94 બોટલ દારૂ સાથે રૂપિયા 26200 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે આ બનાવમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા કુલ ત્રણ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં દારૂ જુગારની બદીને અંકુશમાં લેવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રીના હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં ઉધડમાં વાળી વાવવા રાખી વાડીએ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે 94 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

- text

ડુંગરપુર સીમમાં ઉધડમાં જમીન રાખી ખેતી કરતા સિધ્ધરાજભાઈ ધીરુભાઈ ચૌહાણ રહે માથક તથા પીન્ટુભાઇ અશોકભાઈ બોરણીયા રહે માથક અને ધીરુભાઈ નાગજીભાઈ ચૌહાણ રહે માથક આ ત્રણેય શખ્સોએ ઉધડમાં રાખેલ તેઓની વાડીએ ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની વાઈટ લેસ વોડકાની બોટલ નં 84 કિંમત રૂપિયા 25200 તથા વાઈસ લેસ વોડકાની 180એમલની બોટલ નંગ-10કી.1000 મળી કુલ બોટલ નંગ-94 કીમત રૂ. 26200 ના મુદ્દામાલ સાથે આરોપી સિધ્ધરાજ ધીરુભાઈને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે પીન્ટુભાઇ અશોકભાઈ બોરણીયા અને ધીરુભાઈ નાગજીભાઈ ચૌહાણનું નામ ખુલતા તેઓને ઝડપી લેવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં હળવદ પી.આઈ એમ.પી પટેલ, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિતનાઓ રોકાયા હતા.

- text