Morbi: તમારા બાળકને ગાલપચોળિયું થયું છે? તો આટલુ કરો

- text


Morbi: હાલ મોરબીમાં બાળકોમાં ગાલ પચોળિયાની બીમારી જોવા મળી રહી છે. ત્યારે મોરબીના સ્પર્શ હોસ્પિટલના ડો. મનિષ સનારિયાએ બાળકોમાં થતી આ ગાલ પચોળિયાની બીમારી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું છે.

ડો. મનિષ સનારિયાએ જણાવ્યું હતું કે, ગાલ પચોળિયા માટે મમ્પ્સ વાઇરસ જવાબદાર છે. 5 થી લઈને 15 વર્ષની ઉંમરનાં બાળકોમાં ગાલ પચોળિયાં જોવા મળે છે, જોકે કેટલાક કિસ્સામાં પુખ્તોમાં પણ તે જોવા મળી શકે છે.
સામાન્ય સંજોગોમાં તે સ્વ-મર્યાદિત અને ખૂબ જ સામાન્ય લક્ષ્ય ધરાવે છે. ગાલપચોળિયાંમાં બાળકની લાળગ્રંથિ ઉપર સોજો આવે છે, જેના કારણે તેના ગાલનો ભાગ ઉપસી જાય છે. કેટલીક વખત બંને ગાલ પર તેની અસર જોવા મળે છે. બાળક જમવાનું ગળે નથી ઉતારી શકતું અને પાણી સુદ્ધા પીવામાં તકલીફ અનુભવે છે. જેની અસર પાચન પર પણ થાય છે.

આ સિવાય બાળકમાં તાવ, ગળું દુખવું, કળતર જેવાં લક્ષણ પણ જોવાં મળે છે. છોકરીઓમાં પેડુમાં દુઃખાવો જોવા મળી શકે છે. તેનાં લક્ષણ ધીમે-ધીમે દેખાવાનાં શરૂ થાય છે અને સામાન્ય સંજોગોમાં લગભગ બે અઠવાડિયાંમાં તે મટી જાય છે.

- text

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગની વાઇરસજન્ય બીમારીની જેમ ગાલપચોળિયાંની કોઈ ચોક્કસ સારવાર નથી. તેમાં બાળકના લક્ષ્ણના આધારે દવા આપવામાં આવે છે. આ સિવાય મલ્ટી-વિટામિન અને મલ્ટી-મિનરલ્સ પણ આપવામાં આવે છે. જો બાળકને એમએમઆરની રસીના બે ડોઝ અને ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હોય તો આ બીમારી સામે સંરક્ષણ મળી રહે છે. જો તેનું ઇન્ફેક્શન મગજ, સ્વાદુપિંડ, કાન, છોકરાઓમાં વૃષણ કે છોકરીઓમાં ઑવરી સુધી પહોંચે તો તે ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. કાનના ઇન્ફેક્શનને કારણે બહેરાશ, વૃષણમાં ચેપને કારણે નપુંસકતા, ઑવરીમાં ફેલાવાથી ગર્ભધારણને લગતી જટિલતાઓ ઉદ્દભવી શકે છે.

- text