400 પારનો લક્ષ્ય સિદ્ધ કરવા મોરબીવાસીઓને આહવાન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ

- text


તમામ 25 બેઠકો ઉપર જંગી લીડથી ભાજપને જીતડવા જનતાએ આહવાન 

મોરબી : લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી ખાતે મોરબી – કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા ગજાવી લોકોને ભાજપને મત આપી વડાપ્રધાનના 400પારના નારાને સાર્થક કરવા તેમજ મોરબીથી જંગી મતદાન કરી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જીત અપાવવા આહવાન કર્યું હતું.

લોકસભા ચૂંટણીના તરાજા તબક્કાના મતદાન પૂર્વે આજે મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઇ હતી. કાર્યક્રમ સ્થળે ખુલ્લી જીપમાં આવેલા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યું કે, ધંધો અને નોકરી કરવાની જ છે પણ 7 તારીખે એક દિવસ મતદાન કેમ કરવું અને કેમ કરાવવું આ સિવાય કોઈ વિચાર ના આવવો જોઈએ અને કાર્યકરોને અપીલ કરી હતી કે, વધુને વધુ લોકોને મતદાન કેન્દ્ર સુંધી પહોંચડવા મહેન કરવી.

જાહેરસભામાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ ઉમેર્યુ હતું કે, મતદાનને આડે હવે થોડા દિવસો જ રહ્યાં છે. આપણે એ ધ્યાન રાખવાનું છે કે, મતદાનનાં દિવસે મતદારો વહેલા મતદાન મથકે પહોંચે અને મતદાન કરે. આ પ્રસંગે રણછોડભાઈ દલવાડીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

મોરબીનાં ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી હવે ટુંક સમયમાં મહા નગરપાલિકા બનશે, મેડિકલ કોલજ બને છે અને 300 કરોડ રૂપિયાના ખર્ચે તળાવ બનશે. આ તમામ વિકાસનાં કાર્યો માટે હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું. આ તકે, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર રાજવી કેસરિદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, વિઝા આપવા માટે જે દેશ અટકાવતા હતા એજ દેશો આજે લાલ જાજમ પાથરીને સ્વાગત કરે છે. આ ભારતની તાકાત છે.

મોરબીની જનતાને સંબોધતા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જન જનનો અવાજ છે કે 400 પાર સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે. તેમણે ભાજપ સરકારે કરેલા કાર્યોની વાત કરી હતી જણાવ્યુ કે, ગુજરાતની તમામ સીટો જીતી વધુ લીડથી કેન્દ્રમાં સરકાર બનાવીશું.

આ પ્રસંગે ભાજપના આગેવાન કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ, નરેન્દ્રભાઈ, જયંતિભાઈ, દુર્લભભાઈ, હંસાબેન પારઘી, કમલેશભાઈ મીરાણી, લાખાભાઇ, અરવિંદભાઈ, નરેન્દ્રસિંહ, મયંકભાઇ, સિરામિક અગ્રણીઓ હરેશભાઇ, વિનોદભાઈ, નિલેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text