Morbi: મતદાન જાગૃતિ માટે આવતીકાલે રન ફોર વોટનું આયોજન

- text


Morbi: આગામી તારીખ 7મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ મોરબી જિલ્લામાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે 5મેને રવિવારના રોજ મોરબીમાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં આવતીકાલે તારીખ5 મે ને રવિવારના રોજ સવારે 7 કલાકે ઉમિયા સર્કલ ખાતેથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુને વધુ લોકો 7 મેના રોજ મતદાન કરે તે હેતુ સાથે આ રન ફોર વોટ યોજાશે. જેમાં જોડાવવા માટે મોરબીની જાહેર જનતાને પધારવા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text