Morbi: મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓને No Entry: જાહેરનામુ પ્રસિદ્ધ

- text


Morbi: મોરબી જિલ્લામાં આગામી તા. 7મેના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

- text

જાહેરનામા અનુસાર મતદાન મથકમાં મતદાન અધિકારીઓ, હરીફ ઉમેદવાર તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાર એજન્ટ કે જેઓ સક્ષમ અધિકારીશ્રીએ આપેલ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિતઓ કે જેઓ સક્ષમ અધિકારીએ ઈસ્યુ કરેલ પ્રવેશ પાસ ધરાવતા હોય, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ (આ અર્થમાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓનો તેમજ રાજય કે કેન્દ્ર સરકારના મંત્રીઓનો સમાવેશ થતો નથી.), ચૂંટણી પંચે નિયુક્ત કરેલ નિરિક્ષકો, માઈક્રો ઓબ્ઝવર્સ, વીડીયોગ્રાફર્સ, ફોટોગ્રાફર્સ, અગત્યના સંવેદનશીલ મતદાન મથકોની બાબતમાં વેબકાસ્ટીંગ માટેનો કર્મચારી વર્ગ (મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય તે રીતે વીડીયોગ્રાફી કરવાની રહેશે.), સબંધિત મતદાન મથકે નોંધાયેલ મતદાર ચૂંટણી પંચે ઠરાવેલ ઓળખના પુરાવા સાથે માત્ર મતદાનના હેતુ માટે દાખલ થઈ શકશે. મતદારે તેડયું હોય તે બાળક, કોઈની મદદ વગર હરી ફરી શકે તેમ ન હોય તેવા અંધ કે અશક્ત મતદારની સાથે આવતી વ્યકિત, મતદારોને ઓળખી બતાવવા કે મતદાનના કાર્યમાં તેમને બીજી કોઈ રીતે મદદ કરવા માટે પ્રમુખ મતદાન અધિકારીએ નિયુક્ત કરેલ વ્યકિત કોઈ હોય તો તે વ્યક્તિઓ સિવાયના કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Stop sign, icon NO ENTRY vector. Red color singe symbol illustration .

- text