મોરબીમાં વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાશે

- text


10 જૂનથી યોજાનાર ત્રિદિવસીય નિ:શુલ્ક ટ્રેનિંગ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત

મોરબી : ઉમા હોલ તથા વિનય કરાટે એકેડેમી દ્વારા મોરબીના બહેનો માટે નિ:શુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

વુમન પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પ આગામી 10, 11 અને 12 જૂનના રોજ સાંજે 7થી 8 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર ગામના ઝાપા પાસે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. આ ટ્રેનિંગમાં 12 વર્ષથી ઉપરની કોઈપણ બહેનો ભાગ લઇ શકશે.

આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આ માટે મોબાઈલ નંબર 98259 13741, 95862 82527 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

સેલ્ફ ડિફેન્સ ટ્રેનીંગથી બહેનો પોતાની જાતે પોતાની રક્ષા કરવામાં સક્ષમ બને છે અને નિર્ભયતાથી અસામાજિક તત્વો સામે લડી શકે છે. આ ઉપરાંત સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ દ્વારા આત્મવિશ્વાસ વધે છે અને તાલીમ લેવાથી શરીર લચીલું, મજબૂત અને સ્ફૂર્તિલુ બને છે.

- text