ખેલ મહાકુંભમાં મેઘપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


માળીયા(મી.) : ખેલમહાકુંભમાં તાલુકાકક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં માળીયા(મી.)ની મેઘપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા શાળાએ 62 પોઈન્ટ મેળવી સમગ્ર માળીયા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

તાલુકા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભમાં મેઘપર પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ ઈવેન્ટોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળાની સિદ્ધિમાં વધુ એક શિરછોગુ ઉમેર્યું છે.

- text

શાળાના બાળકોએ વિવિધ ઈવેન્ટો જેવી કે, ૫૦ મિટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ,૬૦૦ મિટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કુદ, ઊંચી કૂદ ,ગોળા ફેંક, ચક્ર ફેંક જેવી વ્યક્તિગત ઈવેન્ટ તથા ખો-ખો અને કબડ્ડી જેવી ટિમ ઈવેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ જાળવી રાખ્યો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ખેલાડીઓને તથા વિજેતા ટીમોને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text