જનતા ક્લાસીસના છાત્ર હિમાંશુ ગોવાણી ધો.12 બોર્ડમાં આંકડાશાસ્ત્રમા પ્રથમ તથા એકાઉન્ટમા દ્વિતીય

- text


ધો-૧૧માં સાયન્સમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીએ પણ ધો-૧૨ કોમર્સમાં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ

ચાર દાયકા કરતા પણ વધુ સમયથી ઉચ્ચ પરિણામોની અવિરત પરંપરા જાળવી રાખતી મોરબીની નામાંકીત શૈક્ષણીક સંસ્થા

મોરબી : મોરબી શહેરમાં શૈક્ષણીક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ (કોમર્સ)ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ ધો-૧૨ કોમર્સ (G.H.S.E.B.)મા સમગ્ર ગુજરાત બોર્ડમા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી ઉચ્ચ પરિણામોની ક્લાસીસની પરંપરાને જીવંત રાખી છે.

શૈક્ષણિક ક્ષેત્રે ૪૭ વર્ષના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા ૧૫ વર્ષના અનુભવી નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસ ના ધો-૧૨ કોમર્સના વિદ્યાર્થી હિમાંશુ સંજયભાઈ ગોવાણીએ ૯૯.૮૭ પી.આર. સાથે આંકડાશાસ્ત્રમાં સમગ્ર ગુજરાત બોર્ડ મા પ્રથમ તેમજ એકાઉન્ટમાં દ્વિતીય સ્થાન મેળવ્યુ છે. તે ઉપરાંત કાવ્ય ભાવેશભાઈ ભોજાણી એ ૯૭.૪૫ પી.આર., ક્રિષ્ના બાલુભાઈ અઘારાએ ૯૬.૨૮ પી.આર., કર્તવી દીપેશભાઈ સંઘવીએ ૯૪.૫૫ પી.આર., માનસી સંજયભાઈ સોમૈયાએ ૯૪.૨૫ પી.આર., ભવ્ય મણીલાલ શેરસીયાએ ૯૩.૬૧ પી.આર., પ્રિયા કમલેશભાઈ વડસોલાએ ૯૨.૪૦ પી.આર., રીધ્ધીબા ભગીરથસિંહ જાડેજાએ ૯૨.૪૦ પી.આર. પ્રાપ્ત કરી જનતા ક્લાસીસ તેમજ સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

- text

મોરબી જનતા ક્લાસીસના વિદ્યાર્થી અભી મુકેશભાઈ ચારોલા કે જેમણે વર્ષ ૨૦૨૦-૨૧મા ધો-૧૧ સાયન્સમા અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૨૧-૨૨મા ધો-૧૨ કોમર્સની પરીક્ષા આપી હતી. જેમા તેમણે પ્રથમ પ્રયત્ને ઉતિર્ણ થઈ O.Cમા ૧૦૦ માંથી ૯૦, સ્ટેટીસ્ટીક્સમા ૧૦૦ માંથી ૮૧, એકાઉન્ટ્સમા ૧૦૦ માંથી ૮૪, S.p. & C.c મા ૧૦૦ માંથી ૯૦ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબીમા શૈક્ષણિક ક્ષેત્રે નવો વિક્રમ સર્જ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B.), B.com., B.B.A., M.com. ના દરેક વિષયોનુ ચાર દાયકા કરતા વધુ સમયથી શિક્ષણ પ્રદાન કરવામા આવી રહ્યુ છે. ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ના ધો-૧૨ કોમર્સ (G.S.E.B.)ના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ઠ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધો-૧૧ કોમર્સ, B.com., B.B.A. મા પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ગયેલ છે તેમ યાદી મા જણાવ્યુ છે.

- text