નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષામાં એ-વન ગ્રેડ મેળવ્યો

- text


નવયુગ સ્કૂલનું ધો.10નું પણ ઝળહળતું પરિણામ 

મોરબી : મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ સ્કૂલે ધો.10ના જાહેર થયેલા પરિણામમાં પણ ડંકો વગાડી દીધો છે. દરેક વખતની જેમ આ વખતે પણ નવયુગ સ્કૂલનું ધો.10નું પણ ઝળહળતું પરિણામ આવ્યું છે જેમાં નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષામાં એવન ગ્રેડ મેળવ્યો છે.

- text

મોરબીની નવયુગ સ્કૂલનું ધો.10નું 98.38 ટકા જેવું ઊંચું પરિણામ આવ્યું છે અને નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. જેમાં નવયુગ સ્કૂલમાં ભણતા ગૌસ્વામી વિધેશપુરીએ 96.33 ટકા અને 99.95 પીઆર, સંતોકી તરંગએ 95.67 ટકા અને 99.88 પીઆર, કોટક હરિકૃષ્ણએ 95.67 ટકા અને 99.88 પીઆર, કૈલા તન્વીએ 95.67 ટકા અને 99.88 પીઆર, સીણોજીયા હેનિલે 95.50 ટકા અને 99.88 પીઆર, ભીમાણી વિશ્વાએ 94.33 ટકા અને 99.68 પીઆર, ભગદેવ પ્રિયાંશીએ 93.67 ટકા અને 99.54 પીઆર, જીવાણી જાનવીએ 93.50 ટકા અને 99.50 પીઆર, ત્રિવેદી પૂજાએ 99.33 ટકા અને 99.46 પીઆર, મેરજા દર્શીતાએ 93.33 ટકા અને 99.46 પીઆર, ગામી મંથને 92.67 ટકા અને 99.26 પીઆર, અમૃતિયા હેતએ 92.50 ટકા અને 99.21 પીઆર, વીરપરિયા ક્રિષ્નાએ 92.17 ટકા અને 99.09 પીઆર તેમજ ગઢિયા હેતએ 91.33 ટકા અને 98.79 પીઆર સાથે એવન ગ્રેડ મેળવતા આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી છે.

- text