મોરબીના યુવા લોકસાહિત્યકાર પેન એવૉર્ડથી સન્માનિત 

- text


મોરબી : મોરબીના યુવા લોકસાહિત્યકાર અશ્વિન બરાસરાને પેન એવૉર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેઓએ અનેક સિદ્ધિઓ,એવોર્ડ મેળવેલ છે.તેઓ વિવિધ કલા સાહિત્ય વિભાગની સ્પર્ધાઓમાં છેલ્લા પાંચ વર્ષથી તાલુકા,જીલ્લા અને પ્રદેશકક્ષાની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ પણ આપી રહ્યા છે.

અમદાવાદના નાના ચિલોડા એસ.બી.ફાર્મ મુકામે ગત તા.૪ જૂનના રોજ સમસ્ત ગુજરાતભરના પ્રજાપતી સમાજના નામાંકિત કલાકારોનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં મોરબીના યુવા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાની સાહિત્યક્ષેત્રે વિશેષ્ટ સિદ્ધિઓ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિનભાઇ ગુજરાત રાજ્યના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા યોજાયેલ યુવા ઉત્સવ 2014-15માં સાહિત્ય વિભાગની દુહા,છન્દ,ચોપાઈમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલા છે તેઓની અનેક સાહિત્યની સિદ્ધિઓ બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે પણ સન્માનિત થયેલા હતા.

- text

આ સાથે અનેક સંસ્થાઓ દ્વારા તેઓ બહુમાન મેળવી ચુક્યા છે અને રાજ્ય સરકાર દ્વાર યોજાતી વિવિધ કલા સાહિત્ય વિભાગની સ્પર્ધાઓમાં છેલ્લા પાંચ વર્ષથી તાલુકા,જીલ્લા અને પ્રદેશકક્ષાની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ પણ આપી રહ્યા છે અને સાહિત્યકાર તરીકે તેઓ લોકડાયરાઓમાં પણ સમાજને પ્રેરણાત્મક વાતો બેટી બચાઓ બેટી પઢાઓ,વ્યસનમૂકતી તેમજ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો આપી રહ્યા છે. સરળ અને મિલનસાર સ્વભાવના કારણે તેઓ બોહળો ચાહક વર્ગ ધરાવે છે. તેમને આ એવૉર્ડ મળતા તેમના ચાહક વર્ગમાં ખુશી અને આનંદ પ્રસરી ગયો છે અને તેઓને ચોતરફથી લોકો શુભેચ્છાઓ પાઠવી હતી..

- text