અપહૃત બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢનાર મોરબી પોલીસનું સન્માન કરતું તાલુકા ભાજપ

- text


મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપરથી સાત વર્ષના બાળક પર્વ વીડજાના અપહરણના બનાવમાં પોલીસે પ્રસંશનીય કામગીરી કરતા મોરબી તાલુકા ભાજપે ગૌરવની લાગણી વ્યક્ત કરી મોરબી પોલીસનું સન્માન કર્યું હતું.

મોરબીના ઘુંટુ ગામે ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ 7 વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરા ગત 3 તા. સાંજે ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરેલ. જે બાબતે મોરબી તાલુકા પો. સ્ટેશને ફરીયાદ દાખલ થઇ હતી.

- text

આ અપહરણના બનાવમા મોરબી એસ.પી.ત્રીપાઠીના માર્ગદ્દર્શન હેઠળ મોરબી તાલુકા પો. ઇન્સ્પેક્ટર વિરલ પટેલ તથા એલ.સી.બી પી.આઇ ગોઢાણીયાએ જુદી જુદી ટીમ બનાવી સધન તપાસ આદરતા ગણતરીની કલાકોમા માસુમ બાળક અને આરોપીને પકડી 7 વર્ષના બાળક પર્વ વિડજાને હેમખેમ ધરે પહોચાડવા બદલ બન્ને પી.આઇને મોરબી તાલુકા ભાજપે અભિનંદન આપી બિરદાવ્યા છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા ચેરમેન તાલુકા પંચાયત રાકેશભાઇ કાવર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ બચુભાઇ અમૃતિયા વગેરેએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.

- text