હળવદની દીકરીની અમેરિકાના શિક્ષણ વિભાગમાં પસંદગી

- text


હળવદ : મૂળ હળવદની વતની અને ગુજરાતી માધ્યમમાં ભણેલી દીકરીની અમેરિકાના શિક્ષણ વિભાગમાં પસંદગી થતા હળવળનું ગૌરવ વધ્યું છે.

- text

હળવદની મેઇન બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા સ્વ. પુરુષોત્તમ ઠાકરની દીકરીની પૌત્રી ભવ્યા અતુલ રાવલ (ઉં.વ.24) અમેરિકાના શિક્ષણ વિભાગમાં પસંદગી થવા પામી છે. ગુજરાતી માધ્યમમાં ભણેલી દર્શનાબેન અતુલભાઈ રાવલની દીકરી ભવ્યા અતુલ રાવલ અમેરિકાની અગ્રણી કૉલેજમાં એમએસ ફાઇનાન્સમાં 99.75 ટકા સાથે ફર્સ્ટ આવી હતી. અમેરિકાના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તેના સિલેકશન પહેલા સાત વ્યક્તિઓની સમિતિએ ઇન્ટરવ્યૂ લીધુ હતું.ભવ્યા રાવલ મૂળ હળવદના જ સ્વ.લતાબહેન રમેશચંદ્ર જાનીની દોહિત્રી છે.

- text