ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો ધો-10માં A1 ગ્રેડ અને A2 ગ્રેડમાં દબદબો

- text


માળીયા(મી.) : ગત માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે.તેમાં ગ્રામ્ય વિસ્તાર ખાખરેચીમાં આવેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં A1 ગ્રેડમાં એક અને A2 ગ્રેડમાં પાંચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઇ શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે.

માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓ સારુ પરિણામ લાવવામાં સફળ રહ્યા છે.જેમાં થડોદા રુદ્ર દિલીપભાઈ A1 ગ્રેડ 99.15 PR,અઘારા ધૈર્ય દિલીપભાઈ A2 ગ્રેડ 97.68 PR,પારજીયા આનંદ રમેશભાઈ – A2 ગ્રેડ 96.83 PR,કાલરીયા સુમિત રતિલાલ A2 ગ્રેડ 96.64 PR,પારજીયા ઉર્વી પરેશભાઈ A2 ગ્રેડ 95.91 PR,કૈલા મનન સંજયભાઈ A2 ગ્રેડ 94.75 PR સાથે ઉતીર્ણ થયા છે.

- text

ગ્રામ્ય વિસ્તારમાં શાળા આવેલ હોવા છતા સખત મહેનત અને નિષ્ઠા પૂર્વક અભ્યાસ કરીને ઉચ્ચ પરીણામ મેળવવાં બદલ સર્વે વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય એમ. આઈ. પટેલ તથા તમામ શિક્ષકગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text