હળવદના ડુંગરપુર ગામે પાણી પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલન

- text


છેલ્લા બે માસથી ગામના 60 ટકા લોકો તરસ્યા, અવેડા ખાલીખમ થતા પશુધનની કફોડી હાલત

હળવદ : હળવદના ડુંગરપુર ગામે હાલ કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીનો ઘેરી કટોકટી સર્જાઈ છે. છેલ્લા બે માસથી ગામના 60 ટકા લોકો તરસ્યા છે.અવેડા ખાલીખમ થતા પશુધનની કફોડી હાલત સર્જાઈ છે. આથી ગામલોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. જો હળવદના ડુંગરપુર ગામે પાણી પ્રશ્ન ન ઉકેલાય આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

- text

હળવદના ડુંગરપુર ગામના લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆતમાં જણાવ્યું હતું કે, ડુંગરપુરમાં છેલ્લા બે માસથી ગામના 60 ટકા લોકોને પીવાનું પાણી મળતું નથી. આ અંગે ગામના સરપંચને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો કે ચૂંટણીના મનદુઃખને કારણે 60 ટકા લોકોને પાણી આપવાનું બંધ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે લોકો તો પાણી વિના ટળવળી રહ્યા છે ઉપરાંત અવેડા પણ ખાલી હોવાથી પશુધનની ખરાબ હાલત થઈ ગઈ છે. આથી આ પાણી પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવાની તેમજ 15 દિવસમાં ઉકેલ ન આવે તો સરપંચને હોદા પરથી દૂર કરી વહીવટીદારને નિમવાની માંગ કરી છે.

- text