નિર્મલ વિદ્યાલયનું SSCનું 97.22% પરિણામ ; A1ગ્રેડ મેળવતા 28 વિદ્યાર્થીઓ 

- text


મોરબી : આજરોજ એસએસસીનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની નિર્મલ વિદ્યાલયએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્કૃષ્ટ પરિણામ જાળવી રાખ્યું છે.

સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મોરબીની નિર્મલ વિદ્યાલયનું ધોરણ 10નું ઝળહળતું 97.22% પરિણામ આવ્યું છે. જેમાં 28 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 18 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.

- text

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારું પરિણામ લાવવા બદલ શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

- text