આંદરણા ગામના ખેડૂતપુત્ર જાત મહેનતે ધો-10માં 99.36 PR સાથે પાસ

- text


મોરબી : આજ સવારે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ઘણા મહેનતુ વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવ્યા છે.એ જ રીતે આંદરણા ગામના ખેડૂતપુત્રએ પોતાની જાત મહેનતથી સારું પરિણામ મેળવ્યું છે.

- text

આંદરણા ગામના ખેડૂતપુત્રની વગર ટ્યુસને ધોરણ 10 માં જ્વલંત સફળતા મેળવી છે.આંદરણા ગામના રહેવાસી વિમલભાઈ હરજીભાઈ કાવર કે જેઓ વ્યવસાયે ખેતી કરે છે. તેમના પુત્ર શ્લોક કાવરે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 99.36 PR અને A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે.સાધરણ પરિવારમાંથી આવતા શ્લોકે ખેડૂત માતા-પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે ગામડાની શાળામાં અભ્યાસ કરીને વગર ટ્યુશને જાતમહેનતથી આ સફળતા પ્રાપ્ત કરતા સમસ્ત પરિવાર અને ગામ ગૌરવની લાગણી અનુભવે છે.

- text