હળવદ દુર્ઘટના : મુખ્યમંત્રી તમામ કાર્યક્રમ રદ કરી ઘટના સ્થળે આવવા રવાના

- text


90 ટકા બચાવ કામગીરી પૂર્ણ, જવાબદારો સામે કડક પગલા લેવાશે : મંત્રી બ્રિજેશભાઈ મેરજા

હળવદ : 12 લોકોને મોતના મુખમાં ધકેલનારી હળવદ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રીએ તેમના તમામ કાર્યક્રમ રદ કર્યા છે અને ઘટના સ્થળે આવવા માટે રવાના થયા છે. તેવી માહીતી મળી છે.

હળવદ જીઆઇડીસીમાં આજે મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરી હળવદ ઘટના સ્થળે આવવા રવાના થયા છે. વધુમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ ઘટના અંગે એવું નિવેદન આપ્યું છે કે હળવદ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. 90% બચાવ કામગીરી પૂર્ણ થઈ છે. જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

- text

- text