હળવદ : કાળરૂપી દીવાલ પડતા એક પરિવારે છ સભ્યો તો બીજા પરિવારે ત્રણ ગુમાવ્યા

- text


સોમાણી(કોળી) પરિવારનો આધારસ્તંભ એવા પિતા પુત્ર અને માસૂમ બાળકનું મૃત્યુ

માતા – પિતા અને બહેન મૃત્યુ પામતા ભરવાડ પરિવારના ત્રણ બાળકો નોંધારા બન્યા

હળવદ : હળવદ જીઆઇડીસીમાં મીઠાની ફેકટરીમાં દીવાલ ધસી પડતા મીઠાનું પેકિંગ કામ કરતા કુલ 12 શ્રમિકોનું કાટમાળ હેઠળ દટાઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ કરુણ બનાવમાં એક પરિવારે મુખ્ય આધારસ્તંભ સમાન 6 સભ્યો ગુમાવ્યા છે તો બીજા પરિવારેના માતાપિતા અને બહેન સહિત ત્રણ સભ્યોના મૃત્યુ નિપજતા ત્રણ બાળકો નોંધારા બન્યા છે.

આ કરુણ ઘટનાની વિગત જોઈએ તો હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ વર્ક્સ નામના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા કચ્છ રાપર તાલુકાના વાગડ વિસ્તારમાંથી રોજી રોટી કમાવવા આવેલા 1.રમેશભાઈ મેઘાભાઈ સોમાણી ઉ.42 તેમના પુત્ર 2.દિલીપભાઈ રમેશભાઈ સોમાણી ઉ.23 તેમના પત્ની
3.શીતલબેન દિલીપભાઈ સોમાણી ઉ.22 બાળક
4.દિપક દિલીપભાઈ સોમાણી ઉ.2
5.શ્યામ રમેશભાઈ સોમાણી ઉ.10 અને રમેશભાઈની પુત્રી
6.દક્ષાબેન રમેશભાઈ સોમાણી ઉ.14નું મૃત્યુ નીપજતા બાકીનો પરીવાર નોધારો બન્યો છે.

આ ઉપરાંત દીવાલ હેઠળ દટાઈ ગયેલા અન્ય એક પરિવારમાં ભરવાડ પરિવારના કમાનાર મુખ્ય આધારસ્તંભ એવા 1.ડાયાભાઇ નાગજીભાઈ ભરવાડ તેમના પત્ની
2.રાજીબેન ડાયાભાઇ ભરવાડ અને પુત્રી
3.દેવીબેન ડાયાભાઇ ભરવાડનું મૃત્યુ નિપજતા તેમના પરિવારના ત્રણ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવતા બન્ને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

- text

- text