ગાડી કેમ રોડ ઉપર રાખી છે કહી લુખ્ખાઓનો હુમલો : ચાર વિરુદ્ધ ફરિયાદ

- text


 

હળવદના ઢવાણામાં દારૂડિયા લુખ્ખા તત્વોએ બે યુવાન પર હુમલો કરી ફોનમાં મારી નાખવાની ધમકી આપી :ચાર સામે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે ઘર બહાર ગાડી રાખવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખી ગામના જ ચાર લુખ્ખા તત્વોએ અગાઉ દારૂ પી ડીંગલ કર્યા બાદ બે યુવાન પર ધોકા વડે હુમલો કરી મોબાઈલ ફોન ઉપર જાનથી મારી નાખવા ધમકી આપતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે જેથી પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા રાજુભાઈ અને વિષ્ણુભાઈ પર 14 દિવસ પહેલા ગામના જ રાજેશભાઈ ઠાકરશીભાઈ છોગાળા, ધીરજભાઈ શંકરભાઈ છોગાળા, વિપુલભાઈ ધીરજભાઈ છોગાળા અને મનસુખભાઈ ભોપાભાઈ છોગાળા રહે તમામ ઢવાણા એ અગાઉના ગાડી રાખવના મન દુખ ને લઇ ધોકા વડે હુમલો કર્યો હતો.જેથી રાજેશભાઈ અને વિષ્ણુ ભાઈને ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા.

- text

વધુમાં આરોપીઓ દ્વારા પોલીસ ફરિયાદ કેમ કરી તારે જીવતું રહેવું છે ને કહી મોબાઈલ ફોનમાં ધમકી પણ આપી હતી.આ મામલે રાજુભાઈ વજુભાઈ દુધરેજીયાએ ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર શખ્સો ભૂતકાળમાં પણ ગામનું વાતાવરણ ડોહળ્યું હોય જેથી પોલીસે પણ સામાન્ય બાબતે ધોકા લઈ લુખ્ખાગીરી કરવા નિકળી પડતા શખ્સોને કાયદા નો પાઠ ભણાવવો જરૂર હોવાનું ગામ લોકો પણ ઇચ્છી રહ્યા છે.

- text