ધો.12 સાયન્સના પરિણામમાં નિર્મલ સાયન્સ સ્કૂલનો ડંકો : બે છાત્રો બોર્ડ ફર્સ્ટ

- text


 

બાવરવા ઓમ કમલેશભાઈએ અને ગોધાણી આર્યન રાજેશભાઈએ મેળવ્યા 99.99 PR

મોરબી: આજે ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. જેમાં નિર્મલ સાયન્સ સ્કૂલે ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શાળા ના બે વિદ્યાર્થીઓએ થિયરી તેમજ ગુજકેટમાં પ્રથમ નંબર મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

નિર્મલ સાયન્સ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં અને ગુજકેટમાં પ્રથમ નંબર મેળવીને શાળા, પરિવાર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓમાં બાવરવા ઓમ કમલેશભાઈએ 99.99 PR તથા ગોધાણી આર્યન રાજેશભાઈએ ગુજકેટમાં 99.99 PR મેળવીને ગુજરાત ભરમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બાવરવા ઓમ કમલેશભાઈ તથા કગથરા પ્રેમ જનકભાઈએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે બાવરવા ઓમ કમલેશભાઈએ ગુજકેટમાં 99.96 PR તથા કગથરા પ્રેમ જનકભાઈએ ગુજરાત બોર્ડમાં 99.91 PR સાથે બોર્ડમાં નવમો નંબર મેળવ્યો છે.

નિર્મલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ નિલેશભાઈ કુંડારીયા તથા સમગ્ર સાયન્સ ટીમ તથા સંચાલકોએ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text