દીકરીના છૂટાછેડા માટે ગયેલા પિતાને જાતિ પ્રત્યે હડધૂત કરાયા

- text


 

મોરબીના વાઘપરામાં બનેલા બનાવ અંગે એટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામેથી પોતાની દીકરીને ભગાડી જઈ લગ્ન કરી લેનાર આરોપી અને તેના પિતાને સમજાવવા ગયેલા દીકરીના પિતાને મોરબીના વાઘપરામાં જાતિ પ્રત્યે હડધૂત કરી ઘર બહાર કાઢવામાં આવતા આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડાની પુત્રી મીનાને મોરબી વાઘપરામાં રહેતા અમૃતભાઈ પરમારનો પુત્ર ભગાડી ગયો હતો અને રજીસ્ટર મેરેજ કરી લેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા મોરબી વાઘપરામાં અમૃતભાઈના ઘેર ગયા હતા અને પોતાની પુત્રીના છૂટાછેડા કરી આપવા સમજાવવા ગયા હતા.

- text

જો કે, આ વેળાએ ઉશ્કેરાઈ ગયેલા અમૃતભાઇ પરમાર, તેમના પત્ની, અમૃતભાઇનો મોટો દિકરો અને દિકરાની પત્ની, અમૃતભાઈના નાનાભાઇ ભરતભાઇ પરમાર સહિતના છ ઈસમોએ કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઘર બહાર કાઢી મુકતા કેશવજીભાઈએ તમામ વિરુદ્ધ એટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા કેશવજીભાઈની ફરિયાદને આધારે આઈપીસી કલમ ૧૪૩,તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫)(એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text