વિદેશીદારૂના ગુન્હામાં નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

- text


મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે સાંચોર રાજસ્થાનથી દબોચી લીધો

મોરબી : માળીયા મિયાણા પોલીસ મથકના વિદેશી દારૂ હેરફેરના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજસ્થાનના સાંચોરથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હામાં છેલ્લા નવેક વર્ષથી નાસતા ફરતા પુનમા હીરારામ ભાદુ, રહે. હેમાગુડા તા.સાંચૌર જી.જાલોર (રાજસ્થાન) વાળો સાંચૌર ખાતે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળતા એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી સહિતની પોલીસ ટીમે સાંચૌર ખાતેથી આરોપી પુનમા હીરારામને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઇ પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા, ચંદ્રકાંતભાઇ વામજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગસીયા, રવિરાજસિંહ ઝાલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા તથા હરેશભાઇ સરવૈયા સહિતના સ્ટાફે કરી હતી.

- text