મોરબીમાં વોટ્સએપ ઉપર રમાતો વરલીનો જુગાર ઝડપાયો

- text


મોરબી : હવે વરલી મટકાના જુગારમાં પણ આધુનિકતા આવી છે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના વાવડીરોડ ઉપર સરદાર કોમ્પ્લેક્સ નજીકથી વોટ્સએપ ઉપર વરલી મટકા રમતા એક શખ્સને ઝડપી લઈ અન્ય એક આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડીરોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન નંદનવન-૩ની સામે સરદાર ચેમ્બર પાસેથી મનસુખભાઈ દેવકરણભાઈ ખાણધર, રહે કારીયા સોસાયટી શેરી નં.૨ વાવડી રોડ વાળાને વોટ્સએપ ઉપર અંકીત મોચી, રહે. સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળા સાથે વરલી મટકાનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ વર્લીફીચરના આંકડા લખેલ એક ચીઠી, બોલપેન, મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 2750 સહીત 12,750ના મુદામાલ સાથે ઝડપી લઈ, આરોપી અંકીત મોચીને ફરાર દર્શાવી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text