મોરબીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ચોકડી નજીક સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,450 કબ્જે કર્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી મહેશપુરી વેલપુરી ગૈાસ્વામી, અનિલભાઇ કેશુભાઇ ધંધુકીયા અને સોહિલભાઇ બદરૂદિન લાખાણીને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,450 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text