મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

- text


મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૦૨/૦૫/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૦૨/૦૫/૨૦૨૨ થી તા.૦૪/૦૫/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૦૫/૦૫/૨૦૨૨ થી તા.૦૬/૦૫/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૦૭/૦૫/૨૦૨૨ નારોજ ઓક્શન નુ પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text