ગણતરીની કલાકોમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખતી વાંકાનેર સીટી પોલીસ 

- text


વાંકાનેર : વાંકાનેર શાકમાર્કેટ નજીકથી બાઈક ચોરી થવા અંગે ગઈકાલે નોંધાયેલ ફરિયાદ બાદ આજે ધમલપર નજીક વાહન ચેકીંગ દરમિયાન વાંકાનેર પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે વાહનચોરને ઝડપી લઈ વાહનચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લુણસરીયા ગામે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયાની માલિકીનું 20 હજારની કિંમતનું બાઈક વાંકાનેર શાકમાર્કેટ નજીકથી ગત.તા.20ના રોજ ચોરાઈ ગયા બાદ ગઈકાલે બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જે બાદ આજે વાંકાનેર પોલીસે ઘમલપર ફાટક નજીક વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ સાથે નીકળેલા સોહીલખાન ઉર્ફે કારો કેશરખાન આફ્રેદી, રહે.વાંકાનેર મિલ પ્લોટ, નવજીવન સોસાયટી વાળાને અટકાવી બાઇકના કાગળો માંગતા ન મળી આવતા પોકેટ કોપ મોબાઈલ એપ વડે ચેક કરતા આ બાઈક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું.

- text

આ મામલે પોલીસે ચોરાઉ મોટર સાયકલ કબ્જે કરી સોહીલખાન ઉર્ફે કારો કેશરખાન આફ્રેદી, રહે.વાંકાનેર મિલ પ્લોટ, નવજીવન સોસાયટી વાળાને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી વાંકાનેર સીટી પીઆઇ એન.એ.વસાવા, એ.એસ.આઈ.હીરાભાઈ તેજાભાઈ મઠિયા, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વસાણી અને કૃષ્ણરાજસિંહ ઝાલાએ કરી હતી.

- text