જીજ્ઞેશ મેવાણીની ધરપકડના પડઘા હળવદમાં પડ્યા

- text


એસ.સી., એસ.ટી. અને ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

હળવદ : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા થયેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં હળવદ મામલતદાર કચેરી ખાતે એસ.સી., એસ.ટી. અને ઓબીસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે જીગ્નેશ મેવાણીને આસામથી ગુજરાત પરત મોકલી તેમની સામે નોંધાયેલા ગુના રદ કરવા માંગ કરાઇ છે

- text

હળવદ મામલતદાર અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે જીજ્ઞેશ મેવાણીએ જે ટ્વીટ કર્યું હતું તે ડીલીટ કરી દિધું છતા પણ છેક આસામમાં ગુનો દાખલ કરી ઇરાદાપૂર્વક કાર્યવાહી કરાઈ છે.? ટ્વીટ અંગે ગુજરાત,દિલ્હી અથવાતો મધ્યપ્રદેશમાં ગુનો દાખલ કરવાને બદલે આસામની પસંદગી કેમ કરી ? દૂરના સ્થળે ગુનો દાખલ કરવાથી આર્થિક રીતે ઘસાય તેઓ સરકારનો ગંદો હેતુ છે ? ઉપરાંત દૂરના સ્થળે ગુનો દાખલ થાય તો જીગ્નેશ મેવાણી ને પ્રસિદ્ધિ ન મળે ? જો જીગ્નેશ મેવાણીને તાત્કાલિક ધોરણે તેમની સામે ફરિયાદ રદ કરી આસામથી ગુજરાત પરત મોકલવામાં નહીં આવે તો અને જો ભવિષ્યમાં જીગ્નેશ મેવાણીને કોઈ પણ મુસીબત કે અસામાજિક તત્વો દ્વારા તેમના ઉપર અનિસ્નીય બનાવ બને તો તેના જવાબદાર વડાપ્રધાન મોદી રહેશે આ બનાવમાં જીગ્નેશ મેવાણીને મુક્ત કરવામાં નહીં આવે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરએ બતાવેલ માર્ગે ભારત ભરમાં તમામ ભારતના મુળનિવાસી બહુજન સમાજના લોકો આંદોલન કરશે તેવું રજૂઆતના અંતે જણાવાયું છે.

- text