કચ્છથી માળીયા તરફ આવતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


હરિપરના પાટિયા નજીક પોલીસે વોચ ગોઠવી કાર સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો

માળીયા : કચ્છ – માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે પોલીસે વોચ ગોઠવી રાજસ્થાની શખ્સને કારમાં ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી કુલ રૂપિયા 4.31 લાખનો મૂળમાલ કબ્જે કર્યો હતો.

માળીયા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમાને સંયુકત રીતે મળેલી બાતમીના આધારે માળીયા કચ્છ હાઇવે ઉપર વોચ ગોઠવી હરિપર નજીકથી મારૂતી સુઝુકી કંપનીની સીલ્વર કલરની એસક્રોસ કાર નં-GJ-27-BL-4779 વાળીમા કચ્છથી માળીયા તરફ લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ એક શખ્સને ગિરફતમાં લેવામાં આવ્યો હતો.

- text

વધુમાં માળીયા પોલીસે આ કેસમાં આરોપી નગારામ ભગવાનારામ જાટ, ઉ.28,.રહે હાલ- ભચાઉ મહારાણા પ્રતાપ સર્કલ પાસે શીવાજીપાર્કની બાજુમાં તા.ભચાઉ જી. કચ્છ, મૂળ રહે- રામજીકા ગોલફાટા તા. ગુડામાલાણી જી. બાડમેર(રાજસ્થાન) વાળાને મેકડોવેલ્સ નં-1 સુપીરીયર વ્હીસ્કીની બોટલ બોટલો નંગ-72 કિંમત રૂપિયા 27 હજાર, એક વીવો કંપનીનો V20 PRO મોડલનો એન્ડ્રોઇડ ફોન કિમત રૂપિયા 4000 તેમજ મારૂતી સુઝુકી કંપનીની એસક્રોસ કાર કિમત રૂપિયા 4 લાખ મળી કુલ 4.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text