મોરબી યાર્ડ ખુલતા જ ઘઉં, કપાસ, ચણાની ચિક્કાર આવક

- text


કપાસના ભાવ 2500ને પાર, ઘઉં પણ 540 રૂપિયાની સપાટી વટાવી ગયા : ખેડૂતો ખુશ ખુશાલ

મોરબી : માર્ચ એન્ડીગના મીની વેકેશન બાદ ફરી આજથી મોરબીનું માર્કેટીંગ યાર્ડ ધમધમી ઉઠ્યું હતું. જેમાં ઘઉં, કપાસ સહિતની જણસીઓની પુષ્કળ આવક થઈ હતી.આ ઉપરાંત ઘઉં, જીરું, એરંડા, રાયડો સહિતની જણસીઓની પણ ભારે હરરાજી કરવામાં આવી હતી. માર્ચ એન્ડીગને કારણે પાંચ દીવસ બંધ રહ્યા બાદ ફરીથી માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ધમધમવા લાગતા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી.

- text

મોરબીનું માર્કેટીંગ યાર્ડ આજથી ખુલતા જ ઘઉં, કપાસ, ચણાની ચિક્કાર આવક થઈ હતી. જેમાં સૌથી વધુ ઘઉંની 1663 કવીન્ટલ આવક થઈ હતી.ત્યારબાદ બીજા ક્રમે કપાસની પણ 846 કવીન્ટલ આવક થઈ હતી. આ ઉપરાંત ચણા 588, એરંડા 310, જીરું 265, રાયડો 217, રાય 209, મેથી 95, તુવેર 83, મગફળી 35, ધાણા 32 કીવન્ટલ સહિતની જણસીઓની સારી એવી આવક થઈ હતી. જો કે, આજની હરરાજીમાં કપાસના ભાવ 2500ને પાર થયા હતા અને ઘઉં પણ 540 રૂપિયાની સપાટી વટાવી ગયા જતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આજે માર્કેટીંગ યાર્ડમાં હરરાજી દરમિયાન કપાસનો મણ દીઠ નિચો ભાવ રૂ.1900 અને ઉંચો ભાવ રૂ.2510 ને આંબી ગયો હતો. જ્યારે ઘઉંનો મણ દીઠ નિચો ભાવ રૂ.430 અને ઉંચો ભાવ 540 રહ્યો હતો. આ ઉપરાંત ચણાનો ભાવ પણ રૂ.777 થી 1311ની આસપાસ રહ્યો હતો. તેમજ જીરુંનો ભાવ પણ રૂ.2500 થી રૂ.4140 મળ્યો હતો. આમ આજે આવક વધુની સાથે ભાવ પણ સારા મળ્યા હોવાનું સતાવાર રીતે જણાવાયું છે.

- text