મોરબીમાં ધો.-12 સામાન્ય પ્રવાહના બીજા પેપરમાં પરીક્ષાર્થીઓની 100% હાજરી

- text


એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન રહેતા તમામ 92 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : આજે સવારના સેશનમાં ધોરણ-10માં પરીક્ષા નહતી. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ વિષયની પરીક્ષા લેવાય હતી. જેમાં મોરબી જિલ્લામાં 100% એટલે કે કુલ 92 જેટલા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કોઈ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા નહતા.

રાજ્યમાં ગઈકાલથી ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષા શરુ થઇ ગઈ છે. ત્યારે મોરબી ઝોનમાં HSC સામાન્ય પ્રવાહમાં આજે બીજા પેપર ઇતિહાસ વિષયમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન રહેતા તમામ 92 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

જેની આંકડાકીય વિગત જોઈએ તો મોરબીમાં નાલંદા વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં 50, સાર્થક વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં 04 અને અંગ્રેજી માધ્યમમાં 02, કે. કે. શાહ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં 13 તથા દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં 23 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, ગુજરાતી માધ્યમમાં 90 અને અંગ્રેજી માધ્યમમાં 02 પરીક્ષાર્થીઓ મળી કુલ 92 જેટલા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text