ભારે કરી ! વેફર, કુરકુરે ભરેલી આખેઆખી ગાડી લઈ તસ્કર રફૂચક્કર

- text


હળવદમાં ગતરાત્રીના શિવાલિક સોસાયટી નજીક બનેલી ઘટના : સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ

હળવદ : રહેણાંક અને ઓફિસ – દુકાનને નિશાન બનાવતા તસ્કરો હવે આધુનિકતા સાથે કદમ મિલાવતા થયા છે અને આવી જ એક ઘટનામાં હળવદ શહેરમાં ઘર નજીક પાર્ક કરેલ બાલાજી વેફર્સ, કુરકુરે સહિતની નમકીન ભરેલું આખેઆખું છોટાહાથી ઉપાડી જતા ચકચાર જાગી છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ જતા વાહન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની શિવાલિક સોસાયટી નજીક આવેલી બાલાજી નમકીન એજન્સી ધરાવતા જીગ્નેશભાઈ પંચોલીએ ગતરાત્રીના પોતાની એજન્સી નજીક વેફર્સ – કુરકુરે સહિતના નમકીન ભરેલ છોટાહાથી પાર્ક કર્યું હતું. દરમિયાન રાત્રીના સમયે કોઈ અજાણ્યો તસ્કર એજન્સી નજીક ત્રાટક્યો હતો અને કોઈપણ રીતે છોટાહાથીના લોક ખોલી આખેઆખી ગાડી લઈ રફુચક્કર થઇ ગયો હતો.

- text

નોંધનીય છે કે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા એજન્સી માલિક દ્વારા ચોરીના આ વિચિત્ર કિસ્સામાં હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

- text