ભાજપ શાસિત મોરબી નગર પાલિકા લોકોને સુવિધા આપવા નિષ્ફળ ગઈ છે : કોંગ્રેસ

- text


મોરબી : મોરબી નગર પાલિકાની નવી બોડીને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે મોરબી નગર પાલિકામાં ભાજપના બહુમતી વાળા શાસન મોરબીના લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ રહયાના મોરબી કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ મોરબી નગર પાલિકાના ભાજપના શાસકો પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકામાં પ્રજાએ ભાજપને બાવન સદસ્ય સાથે શાસન સોંપ્યું હતું.એ માટે કે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સારી મળે એ માટે વિરોધ પક્ષ વગર સતા સોંપી હતી. પરંતુ ભાજપ શાસિત નગરપાલિકાની અંદરો અંદરની લડાય અને અણઆવડતને કારણે આજ મોરબી શહેરની પ્રજા પ્રાથમિક સુવિધા માટે પરેશાન છે.

મોરબી શહેરના મેઈન રોડ ઉપર મસ મોટા ખાડા છે.રોડ રસ્તા ઉપર થીગડાં લગાવી રોડની કાયા પલટ કરી નાખી છે.એ સિવાય કોઈ કામ નથી થતું.ભ્રષ્ટાચારથી ખદબદતી નગરપાલિકાએ પુરે પુરી સતાં આપી છતાં આજ શેરી ગલીમાં અંધકાર સાથે ઉભરાતી ગટરોના ગંદા પાણી રોડ રસ્તા ઉપર ચોમાસાના પાણી જેમ વહે છે.સતત જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા,પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરના પાણીની મિલાવટ,ચોવીસ કલાક ચાલુ રહેતી લાઈટો તૂટેલા રોડ રસ્તા જોવા મળે છે. પાલિકાના સદસ્યો પોતાના અંગત કામ સિવાય કોઈ પ્રજાલક્ષી કામગીરી કરવામાં ભાજપ શાસિત નગરપાલિકા સાવ નિષ્ફળ ગયેલ છે સાચા ખોટા બિલ ચૂકવવાના બિલમાં નગરપાલિકાના કર્મચારી બિલમાં સહી ન કરે તો ગેરકાયદેસર રીતે તેની બદલી કરી નાખવાના જ કામ ફક્ત થાય છે. અને પ્રજા પોતાના વિસ્તારના કામ લઇને આવે તો ત્યાં સાંભળનાર કોઈ અધિકારી હોતું નથી.

- text

કોંગ્રેસ વધુમાં આક્ષેપ કર્યા હતા કે આવનાર દિવસોમાંમાં બજેટ બેઠક મળવી જોઈએ પણ અંદરો અંદરના ઝગડાને કારણે એક પણ પ્રજાલક્ષી કામગીરી માટે જનરલ બોર્ડ મળેલ નથી. આમ સરેઆમ ભાજપ શાસિત નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ છે. બજેટ સમયે મોટી મોટી વાતો કરી પ્રજાને મૂર્ખ બનાવવાના વાયદા સિવાય કોઈ કામ કરેલ નથી. ત્યારે પ્રજા આવનાર બજેટમાં ખોટા વાયદા નહિ પણ નક્કર કામ થાય તેવી આશા પ્રજા રાખી રહી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીની યાદીમાં જણાવાયું છે.

- text