રાજસ્થાનથી રૂ. 20 લાખનું મેકડ્રોન ડ્રગ્સ મોરબીમાં ઘૂસે તે પૂર્વે જ એટીએસે હાથ ધર્યું ઓપરેશન

- text


વારાહી સાતલપુર હાઈવે ઉપર પોલીસે વૈભવી કારમાંથી 197 ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા, ડ્રગ્સ મંગાવનાર મોરબીના ત્રણ શખ્સની પણ અટકાયત

મોરબી : રાજસ્થાનના બાડમેરથી વૈભવી કારમાં રૂ. 20 લાખનો મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો મોરબી મોકલવા જતા બે શખ્સોને એટીએસે સ્થાનિક પોલીસની મદદથી પકડી પાડ્યા છે. આ ડ્રગ્સ મોરબીમાં જેને મોકલવામાં આવનાર હતું એ ત્રણ શખ્સોને પણ એસઓજીએ પકડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે,કાળા કલરની ફોર્ડ એન્ડેવર કારમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ રાજસ્થાનના બાડમેરથી મોરબી તરફ જવાની છે. જેથી  એટીએસ, પાટણ એસઓજી તેમજ સાતલપુર પોલીસ દ્વારા વારાહી સાતલપુર હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રે  આ વૈભવી કાર વારાહી તરફથી આવતી પોલીસે તેને ઉભી રાખવાની કોશિશ કરી હતી. પોલીસને જોઈને  કાર ચાલકે કારને હાઈવેથી સવસ રોડ પર ઉતારી ને ઉભી રાખી હતી અને કારમાંથી બે ઈસમોઅ  ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસ કર્મચારીઓએ નૂરખાન હોથીખાન સમેજા, કાયમખાન ઉર્ફે રઈશ ખાનમહમદ સમેજા નામના બંને ઈસમોને ઝડપી પાડયા હતા.

- text

ત્યારબાદ કારમાં તપાસ કરવામાં આવતા આગળના દરવાજામાં પાણીની બોટલ મૂકવાના ખાનામાં થી 197.600 ગ્રામ મેકડ્રોન ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.જેથી પોલીસે નૂરખાન હોથીખાન સમેજા તથા કાયમખાન ઉર્ફે રઈશ ખાનમહમદ સમેજાની પૂછપરછ કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાગાણા ગામના હમદમ મેહર નામના શખસે આપ્યો હતો અને આ ડ્રગ્સનો જથ્થો મોરબીના સાજીદ બલોચ અને અસલમ તેમજ એક અજાણ્યા શખસ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. મેકડ્રોન  ડ્રગ્સ ,કાર સહિત  પોલીસે રૂપિયા 32,86,000 નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સાથે ઝડપાયેલા નૂરખાન હોથીખાન સમેજા તથા કાયમખાન ઉર્ફે રઈશ ખાનમહમદ સમેજા, હમદમ મેહર તથા મોરબીના સાજીદ બલોચ અને અસલમ સામે સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધી પાટણ એસ.ઓ.જી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ મોરબી એસઓજીએ સાજીદ બલોચ અને અસલમ સહિતના 3 શખ્સોની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text