પત્રકારોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ : ભાજપ

- text


મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં માઇક પરથી આ ખાનગી કાર્યક્રમ છે પત્રકારો બહાર ચાલ્યા જાય તેવા કરેલા નિવેદન સામે પત્રકારોએ રોષ વ્યકત કરતા અંતે ભાજપ પરિવારે લેખિતમાં દિલગીરી વ્યક્ત કરી

મોરબી : મોરબીમાં ગઈકાલે જીલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદ, મંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં ઉદ્યોગકારો અને કાર્યકરો સાથે મિટિંગ હતી જેમાં પત્રકારોને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો હાજર રહ્યા બાદ ડાયસ પરથી આ ખાનગી કાર્યક્રમ હોય પત્રકારોને નીકળી જવાની સૂચના અપાઈ હતી. જેના પગલે કાર્યક્રમમાં હાજર પત્રકારોએ પ્રથમ બોલાવીને જાહેરમાં માઇક પર બહાર નીકળી જવાનું કહેવા બાબતે રોષ વ્યકત કર્યો હતો અને આ મુદ્દે મોરબી પત્રકાર એસોસિયેશનને મીટીંગ બોલાવી ભાજપના કાર્યક્રમમાં પત્રકારો સાથે માઇક પરથી થહેલા અપમાનને કડક શબ્દોમાં વખોડી તીખી પ્રતિક્રિયા આપી હતી. જે મુદ્દે આજે મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા આ સમગ્ર ઘટના અંગે લેખિતમાં દિલગીરી વ્યકત કરી હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે અમારો કાર્યક્રમ અને મિટિંગ ખાનગી હતી જેમાં પત્રકાર મિત્રોને પરિવારના સભ્યો સમજીને સ્ટેજ પરથી બહાર જવા વિનંતી કરેલ હતી. આ બાબતથી કોઈની લાગણી દુભાયેલ હોય તો અમો (જીલ્લા ભાજપ પરિવાર) દિલગીર વ્યક્ત કરીએ છીએ.

- text

- text