વાંકાનેરના વઘાસીયા ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

- text


મોરબી :આજથી પાંચેક મહિના પહેલાં વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાંથી સગીર બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીની ટીમે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો આરોપી સગીરવયની બાળાને ભગાડી અપહરણ કરી ગયો હોય જે આરોપી તથા ભોગ બનનાર સગીરા બંનેને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વિછીયાના ગોરૈયા ગામની સીમમાંથી બાતમીને આધારે શોધી કાઢ્યા હતા.

- text

આરોપી વિજય ભીખાભાઈ બોરસળીયા ઉ.વ.25, રહે મોટા હરણીયા તા. ચોટીલા વાળાને શોધી કાઢી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text