મોરબી શહેર ‘આપ’ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી શહેર ‘આપ’ ના પ્રમુખ – ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.પ્રમુખ પદે વરણી પામનારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલ મેળવેલ છે.

- text

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠનમંત્રી અજિતભાઈ લોખીલ તથા સહસંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શનથી તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તેમજ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાની ટીમ દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી શહેર પ્રમુખ તરીકે મુકેશભાઈ રતિભાઈ હડિયલની નિમણુંક કરવામાં આવી હતી.તેઓએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલ મેળવેલ છે.આ સાથે જ મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે શામજીભાઈ કરમશીભાઈ કડીવારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- text