આમરણ ગામે મહાશિવરાત્રીએ બમ-બમ ભોલેના નાદ સાથે શોભાયાત્રા

- text


મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે મહાશિવરાત્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ ધૂન મંડળ પણ રાખવામાં આવી છે.આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

મોરબી તાલુકાના આમરણ ગામે આગામી તા.1ને મંગળવારના રોજ મહાશિવરાત્રીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા બપોરે 3 કલાકે સોમનાથ મહાદેવ મંદિર,ગાંધી ચોક,આમરણ ખાતેથી પ્રારંભ થશે.તેમજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હનુમંત ગૌ -સેવા ધૂન મંડળ વાવેરાની ધૂન રાત્રે 9:00 કલાકે રાખવામાં આવી છે.દરેક શિવ ભક્તોને શિવ ગ્રુપ તરફથી,સમસ્ત આમરણ ગામ તેમજ આમરણ ગ્રામ પંચાયત તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.

- text